નિબંધ માટે યાદ રાખવા જેવી પંકિત

શિક્ષણ માટે

सा विद्या या विमुक्तये। (સા વિદ્યા યા વિમુક્તયે।) અર્થ: વિદ્યા એ જ છે જે આપણને (અજ્ઞાન અને બંધનોમાંથી) મુક્તિ અપાવે.

विद्याधनं सर्वधनप्रधानम्। (વિદ્યાધનં સર્વધનપ્રધાનમ્।) અર્થ: વિદ્યા રૂપી ધન એ દુનિયાના તમામ ધન-સંપત્તિમાં સૌથી શ્રેષ્ઠ ધન છે.

स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते। (સ્વદેશે પૂજ્યતે રાજા, વિદ્વાન્ સર્વત્ર પૂજ્યતે।) અર્થ: રાજા માત્ર પોતાના જ દેશમાં પૂજાય છે, જ્યારે વિદ્વાન વ્યક્તિની દરેક જગ્યાએ પૂજા થાય છે.

શિક્ષણ: ભવિષ્યનું એકમાત્ર અને સુરક્ષિત રોકાણ.

જે ગોખે તે હારે, જે સમજે તે તારે.

સંસ્કાર વિનાનું શિક્ષણ એટલે સુગંધ વિનાનું ફૂલ.

 નૈતિકતા વિનાનું ભણતર એટલે શસ્ત્ર વિનાનો સૈનિક.

 શિક્ષણ એ માનવીની ત્રીજી આંખ છે.

શિક્ષક માટે

गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः र्गुरुर्देवो महेश्वरः। (ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ।) અર્થ: ગુરુ જ બ્રહ્મા છે (સર્જનહાર), ગુરુ જ વિષ્ણુ છે (પાલનહાર), અને ગુરુ જ મહાદેવ છે (દુર્ગુણોનો નાશ કરનાર).

શ્રેષ્ઠ શિક્ષક મગજથી નહીં, પણ હૃદયથી ભણાવે છે

વાવે તેવું લણે અને શીખવે તેવું ભણે. (શિક્ષક જેવું જ્ઞાન આપશે, વિદ્યાર્થી તેવું જ આચરણ કરશે.)

ગુરુ વિનાનું જીવન, હોકાયંત્ર વિનાના વહાણ જેવું છે.

શિક્ષક એ સમાજનો સાચો શિલ્પકાર અને રાષ્ટ્રનો નિર્માતા છે

ગુરુ એ ગંગા સમાન છે, જે જીવનને પવિત્ર બનાવે છે

વિધ્યાર્થી માટે

“તમારી સ્પર્ધા બીજા કોઈ સાથે નથી, તમારી સ્પર્ધા ગઈકાલના તમારા પોતાના વર્ઝન સાથે છે.”

જે જાગે તે પામે, જે સૂએ તે ખોએ. (સમયસર જાગૃત રહેનાર વિદ્યાર્થી જ સફળ થાય છે.)

विद्या ददाति विनयं विनयाद् याति पात्रताम्। (વિદ્યા દદાતિ વિનયં વિનયાદ્ યાતિ પાત્રતામ્।) અર્થ: વિદ્યા નમ્રતા આપે છે, નમ્રતા યોગ્યતા આપે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *