- ભારે હૈયે – દુઃખી હૃદયે
- આંખ ભીની થવી – લાગણીસભર થવું
- મોંમાં ઘી-સાકર – સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી
- માથું ધુણાવવું – માથું હલાવી ‘હા’ કે ‘ના’ નો ઇશારો કરવો
- નામ ને રૂપ મિથ્યા કરવું – નિર્મોહી થઈને જીવવું
- બુદ્ધિનો તાર જાગી ઊઠવો – સમજણશક્તિનો ઉદય થવો
- આઠે પોર આનંદ – હંમેશા પ્રસન્ન રહેવું
- છલકાઈ જવું – આનંદિત થઈ ઊઠવું
- શિખરો સર કરવા – સફળતા પ્રાપ્ત કરવી
- ધ્વજ ફરકાવવો – વિજય મેળવવો
- માથે હાથ ફેરવવો – આશિષ આપવા, કાળજી લેવી
- હાથ દેવો – સહારો આપવો, હૂંફ આપવી
- સૂગ હોવી – ચીતરી ચડવી
- મનના મેલા હોવું – ખરાબ દાનતના હોવું
- આચરણમાં મૂકવું – પાલન કરવું, અમલમાં મૂકવું
- કદર કરવી – લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો
- ફાંફાં મારવા – વ્યર્થ પ્રયત્ન કરવો
- ઘી કેળાં હોવા – પૈસાદાર હોવું, માલામાલ હોવું
- અરેરાટી અનુભવવી – ત્રાસી જવું, દુઃખ અનુભવવું
- આર્થિક સંકડામણ હોવી – ગરીબ સ્થિતિ હોવી
- નવ નેજાં પડવાં – ખૂબ તકલીફ પડવી
- હૃદય દ્રવી ઊઠવું :- ખૂબ જ દુઃખી થવું
- સત્તર પંચા પંચાણું – અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
- ચાલતા થવું :- મૃત્યુ પામવું
- પગ જડાઈ જવા – સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું
- આંખો ભીની થવી :- લાગણીશીલ થઈ જવું
- દાઝ ચઢવી :- ગુસ્સો આવવો
- ચકિત થઈ જવું :- આશ્ચર્ય પામવું
- થાકીને લોથ થઈ જવું :- અતિશય થાકી જવું
- કંઠે પ્રાણ આવવા – ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું
- હાંજા ગગડી જવા :- ખૂબ ગભરાઈ જવું
- ઘોડા ઘડવા :- આયોજન કરવું, વિચારવું
- સોંસરવું નીકળવું :- મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું
- આંખો ફાટી જવી :- આશ્ચર્યચકિત થઈ જવું
- પેટ દેવું :- મનની વાત કહેવી
- હડી કાઢવી :- દોટ મૂકવી
- એકના બે ન થવું :- વાત પર મક્કમ રહેવું
- બે ઘોડે વાટ જોવી :- ખૂબ આતુરતાથી રાહ જોવી
- જીવતરનાં દાન દેવાં :- કુરબાન થઈ જવું
- મોળું ઓસાણ આપવું :- માણસ નાહિંમત બને, ઢીલો પડે એવું કહેવું
- અર્ધાઅર્ધા થવું :- ચિંતાતુર થવું
- એકના બે ન થવું :- મક્કમ રહેવું
- આકળુંગોકળું થવું :- બગડી જવું
- જીભ ન ઊપડવી :- બોલવાની હિંમત ન થવી
- હૃદય સાથે ચાંપવું :- પ્રેમથી ભેટવું, આલિંગન આપવું
- તેડી લાવવું :- બોલાવી લાવવું
- હરખપદૂડા થઈ જવું :- આનંદથી ગાંડાઘેલા થઈ જવું
- સમસમી જવું :- ધૂંધવાઈ જવું
- હૈયું ભરાઈ આવવું :- દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું
- વહારે ધાવું :- સહાય કરવા આગળ વધવું
- ગોઠી જવું :- ફાવટ આપવી
- હૈયું કકળી ઊઠવું :- હૃદયમાં દુઃખ થવું
- હૈયે ટાઢક વળવી :- શાંતિ થવી, રાહત થવી
- પનારે પડવું :- માથે પડવું, ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા
- છાતીએથી અળગાં કરવાં :- દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવા
- કુળને ઉજાળવું :- કુળને શોભાવવું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું
- આયુધારા વહેવી :- જીવતા રહેવું
- દિગ્મૂઢ (દિંગ) થઈ જવું :- આશ્ચર્યચકિત થઈ જવું, આભા બની જવું
- ગળે ડૂમો બાઝી જવો :- ગળગળા થઈ જવું
- આભા બની જવું :- દંગ રહી જવું, આશ્ચર્યચકિત થઈ જવું
- રુંવાડાં ઊભાં કરી દેવાં :- રોમાંચિત થઈ જવું
- વાતોનાં ગાડાં ભરવાં :- અતિશય વાતો કરવી
- ઘરનો થાંભલો ખરી પડવો :- કોઈ માનીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું
- નવાં પગરણ માંડવાં :- નવી શરૂઆત કરવી
- અણને ઠારી શકે :- વિઘ્નોને શાંત કરવાં, પાર કરવાં
- તાળી લાગવી :- એકતાન થવું
શબ્દસમૂહ માટે એક શબ્દ:
- બોલ બોલ કરતું – લવલવી
- સમાન દૃષ્ટિ રાખનાર – સમદૃષ્ટિ
- પારકાના હિત માટે કાર્ય કરતું – પરમાર્થ
- મલિન નથી તેવું – નિર્મળ
- માનવનું ભક્ષણ કરનાર – માનવભક્ષી
- શારીરિક રીતે સશક્ત – ખડતલ
- વ્યંગમાં કહેવું તે – કટાક્ષ
- જેની કોઈ સંભાળ રાખનાર નથી – અનાથ
- જેને કોઈ રોગ નથી – નિરોગી
- નવ રાત્રીઓનો સમૂહ – નવરાત્રી
- અડગ રહેવું તે – મક્કમ
- આંખને ગમી જાય તેવું – નયનરમ્ય
- મનને હરી લે તેવું – મનોહર
- ખરાબ દશા હોવી તે – દુર્દશા
- ગાયોનો સમૂહ – ગોધણ
- નહીં ઘરમાં મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિકકાણ
- સગાંસંબંધીના જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અળગાપણું :- સૂતક
- મરણ પાછળ ક્રિયા કરાવવી :- શ્રાદ્ધ કરવું, સરાવવું
- અનાજ ભરવાનો ઓરડો/વખાર – ભંડાર, કોઠાર
- પૃથ્વી અને આકાશ જ્યાં મળતા દેખાય તે કલ્પિત રેખા – ક્ષિતિજ
- મામાનું ઘર – મોસાળ
- એક સાથે સો વસ્તુઓ યાદ રાખવાની શક્તિ – શતાવધાની શક્તિ
- શરીરે મોટું પણ અક્કલમાં ઓછું :- જડસું
- હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી – હિમનદી
- રસ્તાનો જાણકાર :- ભોમિયો
- કુદરતનું સુંદરધામ :- પ્રકૃતિમંદિર
- બરફથી ઢંકાયેલું :- હિમાચ્છાદિત
- વહેતા પાણીમાં થતું કુંડાળું :- વમળ
- જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન :- ગમ્ય સ્થાન
- રાજાસનને લગતું કાર્ય :- રાજકાજ
- અડધી ઉંમરે પહોંચેલું :- આધેડ
- ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન :- દળી
- ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટો :- તંગ
- ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું :- પેંગડું
- ઢોરની નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા :- ગમાણ
- ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ :- જોગાણ
કહેવત
બોડીને તાં વળી કાંહકી કેવી ? – અત્યંત દરિદ્રતા હોવી (અહીં) જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ?
બાંધી મુઠ્ઠી લાખની :- જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય.
નહીં ઘરના કે નહીં ઘાટના :- ન આ બાજુના કે ન તે બાજુના.