રૂઢિપ્રયોગો, શબ્દસમૂહ, કહેવત

  1. ભારે હૈયે – દુઃખી હૃદયે
  2. આંખ ભીની થવી – લાગણીસભર થવું
  3. મોંમાં ઘી-સાકર – સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી
  4. માથું ધુણાવવું – માથું હલાવી ‘હા’ કે ‘ના’ નો ઇશારો કરવો
  5. નામ ને રૂપ મિથ્યા કરવું – નિર્મોહી થઈને જીવવું
  6. બુદ્ધિનો તાર જાગી ઊઠવો – સમજણશક્તિનો ઉદય થવો
  7. આઠે પોર આનંદ – હંમેશા પ્રસન્ન રહેવું
  8. છલકાઈ જવું – આનંદિત થઈ ઊઠવું
  9. શિખરો સર કરવા – સફળતા પ્રાપ્ત કરવી
  10. ધ્વજ ફરકાવવો – વિજય મેળવવો
  11. માથે હાથ ફેરવવો – આશિષ આપવા, કાળજી લેવી
  12. હાથ દેવો – સહારો આપવો, હૂંફ આપવી
  13. સૂગ હોવી – ચીતરી ચડવી
  14. મનના મેલા હોવું – ખરાબ દાનતના હોવું
  15. આચરણમાં મૂકવું – પાલન કરવું, અમલમાં મૂકવું
  16. કદર કરવી – લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો
  17. ફાંફાં મારવા – વ્યર્થ પ્રયત્ન કરવો
  18. ઘી કેળાં હોવા – પૈસાદાર હોવું, માલામાલ હોવું
  19. અરેરાટી અનુભવવી – ત્રાસી જવું, દુઃખ અનુભવવું
  20. આર્થિક સંકડામણ હોવી – ગરીબ સ્થિતિ હોવી
  21. નવ નેજાં પડવાં – ખૂબ તકલીફ પડવી
  22. હૃદય દ્રવી ઊઠવું :- ખૂબ જ દુઃખી થવું
  23. સત્તર પંચા પંચાણું – અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત
  24. ચાલતા થવું :- મૃત્યુ પામવું
  25. પગ જડાઈ જવા – સ્તબ્ધ થઈ જવું, સ્થિર થઈ જવું
  26. આંખો ભીની થવી :- લાગણીશીલ થઈ જવું
  27. દાઝ ચઢવી :- ગુસ્સો આવવો
  28. ચકિત થઈ જવું :- આશ્ચર્ય પામવું
  29. થાકીને લોથ થઈ જવું :- અતિશય થાકી જવું
  30. કંઠે પ્રાણ આવવા – ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું
  31. હાંજા ગગડી જવા :- ખૂબ ગભરાઈ જવું
  32. ઘોડા ઘડવા :- આયોજન કરવું, વિચારવું
  33. સોંસરવું નીકળવું :- મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર આવવું
  34. આંખો ફાટી જવી :- આશ્ચર્યચકિત થઈ જવું
  35. પેટ દેવું :- મનની વાત કહેવી
  36. હડી કાઢવી :- દોટ મૂકવી
  37. એકના બે ન થવું :- વાત પર મક્કમ રહેવું
  38. બે ઘોડે વાટ જોવી :- ખૂબ આતુરતાથી રાહ જોવી
  39. જીવતરનાં દાન દેવાં :- કુરબાન થઈ જવું
  40. મોળું ઓસાણ આપવું :- માણસ નાહિંમત બને, ઢીલો પડે એવું કહેવું
  41. અર્ધાઅર્ધા થવું :- ચિંતાતુર થવું
  42. એકના બે ન થવું :- મક્કમ રહેવું
  43. આકળુંગોકળું થવું :- બગડી જવું
  44. જીભ ન ઊપડવી :- બોલવાની હિંમત ન થવી
  45. હૃદય સાથે ચાંપવું :- પ્રેમથી ભેટવું, આલિંગન આપવું
  46. તેડી લાવવું :- બોલાવી લાવવું
  47. હરખપદૂડા થઈ જવું :- આનંદથી ગાંડાઘેલા થઈ જવું
  48. સમસમી જવું :- ધૂંધવાઈ જવું
  49. હૈયું ભરાઈ આવવું :- દુઃખ કે લાગણીથી રડું રડું થઈ જવું
  50. વહારે ધાવું :- સહાય કરવા આગળ વધવું
  51. ગોઠી જવું :- ફાવટ આપવી
  52. હૈયું કકળી ઊઠવું :- હૃદયમાં દુઃખ થવું
  53. હૈયે ટાઢક વળવી :- શાંતિ થવી, રાહત થવી
  54. પનારે પડવું :- માથે પડવું, ફરજિયાતપણે સંબંધમાં રાખવું પડે તેવી અવસ્થા
  55. છાતીએથી અળગાં કરવાં :- દુઃખ સાથે સ્વજનને પોતાનાથી દૂર કરવા
  56. કુળને ઉજાળવું :- કુળને શોભાવવું, કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું
  57. આયુધારા વહેવી :- જીવતા રહેવું
  58. દિગ્મૂઢ (દિંગ) થઈ જવું :- આશ્ચર્યચકિત થઈ જવું, આભા બની જવું
  59. ગળે ડૂમો બાઝી જવો :- ગળગળા થઈ જવું
  60. આભા બની જવું :- દંગ રહી જવું, આશ્ચર્યચકિત થઈ જવું
  61. રુંવાડાં ઊભાં કરી દેવાં :- રોમાંચિત થઈ જવું
  62. વાતોનાં ગાડાં ભરવાં :- અતિશય વાતો કરવી
  63. ઘરનો થાંભલો ખરી પડવો :- કોઈ માનીતા કર્મવીર, ધર્મવીરનું અવસાન થવું
  64. નવાં પગરણ માંડવાં :- નવી શરૂઆત કરવી
  65. અણને ઠારી શકે :- વિઘ્નોને શાંત કરવાં, પાર કરવાં
  66. તાળી લાગવી :- એકતાન થવું

શબ્દસમૂહ માટે એક શબ્દ:

  1. બોલ બોલ કરતું – લવલવી
  2. સમાન દૃષ્ટિ રાખનાર – સમદૃષ્ટિ
  3. પારકાના હિત માટે કાર્ય કરતું – પરમાર્થ
  4. મલિન નથી તેવું – નિર્મળ
  5. માનવનું ભક્ષણ કરનાર – માનવભક્ષી
  6. શારીરિક રીતે સશક્ત – ખડતલ
  7. વ્યંગમાં કહેવું તે – કટાક્ષ
  8. જેની કોઈ સંભાળ રાખનાર નથી – અનાથ
  9. જેને કોઈ રોગ નથી – નિરોગી
  10. નવ રાત્રીઓનો સમૂહ – નવરાત્રી
  11. અડગ રહેવું તે – મક્કમ
  12. આંખને ગમી જાય તેવું – નયનરમ્ય
  13. મનને હરી લે તેવું – મનોહર
  14. ખરાબ દશા હોવી તે – દુર્દશા
  15. ગાયોનો સમૂહ – ગોધણ
  16. નહીં ઘરમાં મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિકકાણ
  17. સગાંસંબંધીના જન્મ તેમજ મરણ વગેરેથી પાળવામાં આવતું અળગાપણું :- સૂતક
  18. મરણ પાછળ ક્રિયા કરાવવી :- શ્રાદ્ધ કરવું, સરાવવું
  19. અનાજ ભરવાનો ઓરડો/વખાર – ભંડાર, કોઠાર
  20. પૃથ્વી અને આકાશ જ્યાં મળતા દેખાય તે કલ્પિત રેખા – ક્ષિતિજ
  21. મામાનું ઘર – મોસાળ
  22. એક સાથે સો વસ્તુઓ યાદ રાખવાની શક્તિ – શતાવધાની શક્તિ
  23. શરીરે મોટું પણ અક્કલમાં ઓછું :- જડસું
  24. હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી – હિમનદી
  25. રસ્તાનો જાણકાર :- ભોમિયો
  26. કુદરતનું સુંદરધામ :- પ્રકૃતિમંદિર
  27. બરફથી ઢંકાયેલું :- હિમાચ્છાદિત
  28. વહેતા પાણીમાં થતું કુંડાળું :- વમળ
  29. જ્યાં જવાનું ધાર્યું છે તે સ્થાન :- ગમ્ય સ્થાન
  30. રાજાસનને લગતું કાર્ય :- રાજકાજ
  31. અડધી ઉંમરે પહોંચેલું :- આધેડ
  32. ઘોડાના સવારને બેસવા માટે ઘોડાની પીઠ પર રાખવાનું રૂ કે ઊનનું આસન :- દળી
  33. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટો :- તંગ
  34. ઘોડેસવાર જેમાં પગ રાખે છે તે કડું :- પેંગડું
  35. ઢોરની નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા :- ગમાણ
  36. ઘોડા, બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ :- જોગાણ

કહેવત

બોડીને તાં વળી કાંહકી કેવી ? – અત્યંત દરિદ્રતા હોવી (અહીં) જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ?

બાંધી મુઠ્ઠી લાખની :- જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઇજ્જત સચવાય.

નહીં ઘરના કે નહીં ઘાટના :- ન આ બાજુના કે ન તે બાજુના.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *